← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વૉટ્સઍપનું ગુજરાતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગુજરાતી ભાષાની ભાઈ, વૉટ્સઍપે કરી મોટી ભાંજગડ,
‘શુભ સવાર’ થઈ ગયું ‘સુભ સવાર’, ને ‘આશીર્વાદ’ થયો ‘આસીરવાડ’!

કાકા લખે ‘જય શ્રી ક્રુષ્ણ’, ને મામા લખે ‘જે સી ક્રીસ્ન’,
માસી મોકલે ફૂલનો ફોટો, ને નીચે લખે ‘ગુડ મોર્નીન્ગ’;
ભાષાના પંડિત રડે ખૂણામાં, ને સ્ટીકર કરે છે રાડ.
ગુજરાતી ભાષાની ભાઈ…

‘હું’ નું થયું ‘hu’, ને ‘છે’ નું ‘6’, ‘કેમ છો’ થયું ‘kem 60’,
દાદીમા પૂછે, ‘આ કયો આંકડો? હું તો ગણું છું સાઈઠ’;
જોડણીકોશ પડ્યો માળિયે, ને ઊધઈ કરે એની વાડ.
ગુજરાતી ભાષાની ભાઈ…

તો ય ભાઈ, હું રાજી છું, કે લખે તો છે ગુજરાતી,
પરાગ કહે, ભલે ખોટું લખે, પણ દિલમાં છે માની માટી;
‘મા’ લખવામાં ભૂલ નથી કરતા, એટલું બસ છે રે ઝાડ.
ગુજરાતી ભાષાની ભાઈ…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખમાની પટારીઆગલો લેખ →તારા નામની માળા