ઉતારો
પ્રવાસી બધા, ને જગત આ ઉતારો,
નદી છે સમય, ક્યાં મળે છે કિનારો?
અહીં ભીંત પર નામ શાને લખે છે?
ખભે એક ઝોળી, ન ઝાઝો પસારો.
નથી સ્ટેશને ઘંટ, ના કોઈ સીટી,
તરત એક ઝીણો મળે છે ઇશારો.
તને હાથ ઝાલી ચલાયું, થયું કે
ભલે ઘર નથી, તોય તું છે સહારો.
પરાગે ન બાંધ્યું કદી ઘર કશે પણ,
હવામાં જ છે મ્હેકનો આ ગુજારો.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવનયાત્રા #ક્ષણભંગુર #મુસાફર #સાથ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeIsAJourney #Transience #Traveller #Companionship #ParagRatanpara