← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉજાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હજી યાદ છે એ નયનનો ઉજાસ,
હતો ઓસરીમાં ભજનનો ઉજાસ.

અમાસો ઘણી જિંદગીમાં હતી,
છતાં ત્યાં પિતાના વચનનો ઉજાસ.

વિદેશે ભલે ઝગમગાટો ઘણા,
નથી ક્યાંય એવો વતનનો ઉજાસ.

કરોડો હવામાં ધુમાડો થયા,
ન ભૂખ્યાં સુધી એ હવનનો ઉજાસ.

ભલે નાનકું કોડિયું, તોય એ
અમાસે અડીખમ ગગનનો ઉજાસ.

‘પરાગે’ ગઝલમાં સમાવ્યો અહીં,
સદા ઝળહળે આ કવનનો ઉજાસ.

– પરાગ રતનપરા

#ગઝલ #ઉજાસ #વતન #પિતા #આસ્થા #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerLight #Homeland #FathersWord #FaithAndHope #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅક્ષરેઆગલો લેખ →ક્યાંક તો