← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉદાસ જાળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજે નાખું ઉદાસ જાળ, તારી આંખના દરિયે રે,
માછલી જેવી યાદો ઝળકે, સરકી જાય તળિયે રે.

ખાલી હોડી, ખાલી હાથ, ને ખાલી ખાલી કાંઠો,
મોજું આવે, ભીંજવી જાય, ને છોડી જાય એક ગાંઠો;
તારું નામ લઈ બેઠો છું હું, ખાલી ઘરના ફળિયે રે…
સાંજે નાખું ઉદાસ જાળ…

દીવાદાંડી દૂર ઝબૂકે, જાણે તારું સ્મિત,
પવન ગાય છે ધીમે ધીમે આપણું જૂનું ગીત;
રાત ઢળે ને તારા ઊગે, ટપકે ઘરના નળિયે રે…
સાંજે નાખું ઉદાસ જાળ…

પરાગ કહે: આ પ્રીતનો દરિયો કોઈને ના ફળતો,
જાળ ભરાય તો આંસુથી, ને મન ખાલી પાછો વળતો;
તોય સવારે ફરી નીકળું, ઝાકળ ઝીલી કળિયે રે…
સાંજે નાખું ઉદાસ જાળ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચશ્માં વિનાઆગલો લેખ →નેક્સ્ટ પ્લીઝ