← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું ને હું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જરા દ્વૈતે જુઓ તો બે, ખરે એક મન તું ને હું,
ભલે બે પાંખ દેખાતી, ઉડે છે મગન તું ને હું.

જુદાં ક્યાં છે શિખા, દીવો? જુદાં ક્યાં ફૂલ ને ફોરમ?
બળે જ્યાં સાથમાં બંને, બને છે અગન તું ને હું.

અનેકો જન્મ ભટકીને, ફરી આ જન્મમાં મળતાં,
હતાં પરદેશમાં ક્યારે, હવે ઘર-વતન તું ને હું.

ન મંદિર, ના જ મસ્જિદ ને, ન તીરથ, ના જ કાશી પણ,
ગમે જે ઈશને ગાવું, હૃદયનું ભજન તું ને હું.

પરાગે આયને જોયું, હતાં ત્યાં બે નહીં, એક જ,
હતું એક જ ઝળકતું ત્યાં, સજળ એ નયન તું ને હું.

– પરાગ રતનપરા

#ગઝલ #અદ્વૈત #પ્રેમ #એકત્વ #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #NonDuality #Love #Oneness #Spirituality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆંખ ન ખોલુંઆગલો લેખ →માની સાડી