← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું અહીં જ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ક્યાં ક્યાં શોધું તને, મારા વહાલા, તું તો અહીં જ છે,
શ્વાસની સાથે આવે-જાય, તું ધબકારે જ છે.

કાશી ગયો, મથુરા ગયો, ડુંગરે ડુંગરે ચડ્યો,
ઘરે આવીને દીકરીનું હાસ્ય જોયું, ત્યાં તું જડ્યો;
કો’ ભૂખ્યાને રોટલો દઉં, તો તું થાળીમાં જ છે…
ક્યાં ક્યાં શોધું…

ઘંટ વગાડું, દીવા કરું, તું મૂરતમાં ચૂપ,
વૃદ્ધની આંખે આંસુ લૂછું, ત્યાં તું ખોલે રૂપ;
ઊતરો અંદર, ઊંડે ઊંડે, તું તળિયે જ છે…
ક્યાં ક્યાં શોધું…

પરાગ કહે: ફૂલમાં સુવાસ ને સુવાસમાં તું,
આંખ મીંચું તો અંધારે પણ ઝળહળતો તું;
દૂર નથી તું, સાવ નજીક, મારા ઉંબરે જ છે…
ક્યાં ક્યાં શોધું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખખાલી થાળીઆગલો લેખ →ફોન પર