← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું સવારે ચા સમી, ને સાંજની મીઠી હવા,
તું થકાવટમાં વિસામો, તું દરદમાં છે દવા;
તું ન હો તો ઓરડા લાગે ઉતારા જેવડા,
તું પરાગે મ્હેક, જેથી ફૂલ લાગે છે નવાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહતું બચપણઆગલો લેખ →જન્મદિને