તું
તું ગઝલ, ને હું કલમ, તું સૂર, ને હું વાંસળી,
તું વસંતી ફૂલ, ને હું ડાળ જે મ્હોરી, ફળી;
તું ન હો તો શબ્દ સૂના, સૂર પણ સૂના બધા,
તું જ મારા શ્વાસમાં આ જિંદગી થઈને ભળી.
– પરાગ રતનપરા
તું ગઝલ, ને હું કલમ, તું સૂર, ને હું વાંસળી,
તું વસંતી ફૂલ, ને હું ડાળ જે મ્હોરી, ફળી;
તું ન હો તો શબ્દ સૂના, સૂર પણ સૂના બધા,
તું જ મારા શ્વાસમાં આ જિંદગી થઈને ભળી.
– પરાગ રતનપરા