ટ્રેન
ટ્રેનની બારી પરે દોડે નદી ને ગામડાં,
ને પછી પાછળ સરે છે ઝાડ, ખેતર, ઝૂંપડાં;
જિંદગી પણ એક એવી ટ્રેન છે, સમજાય તો,
આખરી સ્ટેશન પરે તૈયાર ઊભાં લાકડાં.
– પરાગ રતનપરા
ટ્રેનની બારી પરે દોડે નદી ને ગામડાં,
ને પછી પાછળ સરે છે ઝાડ, ખેતર, ઝૂંપડાં;
જિંદગી પણ એક એવી ટ્રેન છે, સમજાય તો,
આખરી સ્ટેશન પરે તૈયાર ઊભાં લાકડાં.
– પરાગ રતનપરા