← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તો ગઝલ સારી બને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમમાં જો દિલ જ તૂટે, તો ગઝલ સારી બને,
હાથથી જો હાથ છૂટે, તો ગઝલ સારી બને.

બૉસનો ગુસ્સો સહું, ને સાંભળું ટોણાં ઘરે,
રોજ ઘરમાં લોટ ખૂટે, તો ગઝલ સારી બને.

વાયદા દે, હાથ જોડે, વોટ લઈ ચાલ્યા જતા,
દેશ આખો એ જ લૂંટે, તો ગઝલ સારી બને.

રાતભર જાગી, વિચારી, શબ્દ શોધ્યા, પણ નકામ,
આંખથી ઝરણું જ ફૂટે, તો ગઝલ સારી બને.

આ ‘પરાગે’ જોઈ લીધું: મ્હેક વેચાતી ઘણી,
ફૂલને જો કોઈ ઘૂંટે, તો ગઝલ સારી બને.

– પરાગ રતનપરા

#ગઝલ #કવિનીપીડા #વ્યંગ #સર્જનપ્રક્રિયા #દર્દ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetsPain #Satire #CreativeProcess #ArtFromSorrow #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખવેરાયેલું કંકુઆગલો લેખ →કાનો આવ્યો અમદાવાદ