થોડું આપણું
ચાલ, સખી, આ ભીડ મૂકીને થોડું આપણું જીવીએ,
કોઈ ન જુએ એવી રીતે ચાંદની ચપટી પીએ.
ઑફિસ, ઘર, ને સગાં-વહાલાં, સૌના હિસાબ ચૂકવ્યા,
પોતાને તો ભૂલી ગ્યાં, ને બીજાના દીવા મૂક્યા;
આજે એક દીવો તો ખુદની ઓસરીએ ય ધરીએ…
ચાલ, સખી…
નદી કિનારે પગ બોળીને બેસી રહીએ છાનાં,
ફોન મૂકીને ઘેર, ગણીએ ઝાડ ઉપરનાં પાનાં;
કોઈ ન પૂછે ‘શું કરો છો?’, એવી પળમાં સરીએ…
ચાલ, સખી…
પરાગ કહે: પડછાયા પાછળ દોડ્યાં જીવતર આખું,
હવે તડકે બેસી ઊનું, ભીનું, મીઠું ચાખું;
પડછાયાને ઘેર મૂકીને હળવાં થઈને ફરીએ…
ચાલ, સખી…
– પરાગ રતનપરા