← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થોડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘડીભર છાંયડે બેસી, હૃદય, તું શ્વાસ લે થોડું,
સફર લાંબી, નથી મંઝિલ, પવન પણ સાથ દે થોડું.

નદી પણ ક્યાં સતત દોડી શકે પથ્થર મહીં? જોજે,
વળાંકે થોભતી, ઠરતી, પછી આગળ વહે થોડું.

જગતનો ભાર માથે લઈ ભટકતો તું ફરે ગામે,
હવે તો પોટલી ખોલી, જરા ખુદને કહે થોડું.

હવે રસ્તા જ ખોવાયા, નથી મંઝિલ, નથી ઘર પણ,
ચરણમાં ઝાકળો જેવું જ બસ ભીનું રહે થોડું.

પરાગે ફૂલને પૂછ્યું: ઉતાવળ કેમ ખરવાની?
હસીને ફૂલ બોલ્યું: ડાળને પણ સાંભરે થોડું.

– પરાગ રતનપરા

#ગઝલ #થાક #વિસામો #જીવનયાત્રા #આત્મસંવાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #RestAWhile #WearyHeart #JourneyOfLife #SelfTalk #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગરબાનાં કાણાંઆગલો લેખ →ગજરા