થીંગડું
ફાટતા સંબંધ પર મેં એક નાનું થીંગડું,
તું ન જાણે એમ સીવ્યું સાવ છાનું થીંગડું.
બાપનાં કપડાં ઉપર મેં જોઈ સોયે સાંધતી,
એ જ ઘરને જોડતું’તું રોજ માનું થીંગડું.
ડાયરીમાં નામ તારું સાચવી રાખ્યું હતું,
આંસુએ જોડ્યું ફરીથી એ જ પાનું થીંગડું.
એક ખૂણામાં હૃદયના યાદ તારી છે હજી,
રોજ ખૂલે, રોજ સીવું, એ જ ઘાનું થીંગડું.
આ પરાગે ફૂલની ફાટી ગયેલી પાંખડી
મ્હેકના દોરા વડે સીવ્યું સુહાનું થીંગડું.
– પરાગ રતનપરા
#ગઝલ #સંબંધ #મા #સ્મરણ #ઘાવ #પરાગરતનપરા
#GujaratiGhazal #MendingRelationships #MothersStitch #HealingWounds #Memories #ParagRatanpara