ઠપકો
હવે સમજાય છે મીઠો હતો એ બાપનો ઠપકો,
કડક તડકો, છતાં છાંયો—હતો એ તાપનો ઠપકો.
થયો નાપાસ તે દિવસે ન બોલ્યા એક પણ અક્ષર,
પછી વર્ષો પછી જાણ્યું, હતો એ માપનો ઠપકો.
હવે હું બાળકોને જ્યાં વઢું, ત્યારે મને લાગે,
અવાજે ઊતરી આવ્યો, પિતાની છાપનો ઠપકો.
ગયા એ, ને ગયો સાથે ઘરેથી ધાક પણ આખો,
તરસતું ઘર હવે ઝંખે ફરીથી આપનો ઠપકો.
પરાગે છે છબી રાખી, હસે છે ભીંત પર બાપા,
હજી કાને પડે છે રોજ એ આલાપનો ઠપકો.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #ઠપકો #સંસ્કાર #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #FathersLove #ToughLove #Legacy #ParagRatanpara