← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થઈ જઈએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચલો, આ બાગ માટે, આજ થોડા પવન થઈ જઈએ,
અજાણ્યાં આંસુ જો દેખાય, એનું જતન થઈ જઈએ.

પરિંદાને ગમે છે આભ, પિંજર ના, ન ચાંદી પણ,
ભલે ના પાંખ હો, તોયે ચલો એ ગગન થઈ જઈએ.

ઘણાં ઘરબાર છોડીને સિમાડે આજ ઊભાં છે,
હવે એ બેઘરોનું સૌ મળીને વતન થઈ જઈએ.

નથી કરવી ઘણી પૂજા, નથી કરવાં ઘણાં વ્રત પણ,
અનાથોના રુદનમાં એક નાનું ભજન થઈ જઈએ.

‘પરાગે’ ફૂલનું ખરવું ભલે નક્કી હશે, તોયે
ઉજડતા બાગનું, રણનું, નવું એ ચમન થઈ જઈએ.

– પરાગ રતનપરા

#ગઝલ #માનવતા #કરુણા #સેવા #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humanity #Compassion #Kindness #Service #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમનનો તાગઆગલો લેખ →જશું