← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થાવું પડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કદી ડાળ પર ફૂલ થાવું પડે,
કદી પગ તળે શૂળ થાવું પડે.

ઘટાદાર વડ જો થવું હોય તો,
પ્રથમ તો ધરે મૂળ થાવું પડે.

ખુદાના ચરણ લગ જવું હોય તો,
ગલીની જરા ધૂળ થાવું પડે.

નવું કંઈ જો શીખવું હોય તો,
ઘણી વાર ખુદ ભૂલ થાવું પડે.

પરાગે થવું હોય ફળ જો કદી,
સમયને જ અનુકૂળ થાવું પડે.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનદર્શન #નમ્રતા #ધીરજ #સમય #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeLessons #Humility #Patience #Growth #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઉપરથીઆગલો લેખ →મોતિયો