ટેવ છે
તું નથી, તો પણ મને આ જાગવાની ટેવ છે,
મંદિરે જઈને ય મારે માગવાની ટેવ છે.
જ્યાં જવાબો આપવાના હોય, જ્યાં સચ્ચાઈ હો,
એ જ પળથી ચૂપચાપે ભાગવાની ટેવ છે.
ગામ છોડ્યું, ઘર ય છોડ્યું, ને સગાંઓ ને સખા,
આ ફકીરી નામ પાછળ ત્યાગવાની ટેવ છે.
ઠોકરો એવી ઘણી ખાધી, હવે આ હાલ છે,
પગ ઉપાડું ત્યાં જ મારે વાગવાની ટેવ છે.
આ પરાગે ફૂલને ખોલ્યું, ન પામ્યો તળ કદી,
તોય ઊંડી મ્હેકને આ તાગવાની ટેવ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ટેવ #આત્મકટાક્ષ #વિરહ #પીડા #પરાગરતનપરા
#GujaratiGhazal #Habits #SelfIrony #Longing #LivingWithPain #ParagRatanpara