← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટેરવાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ દાઝે ટેરવાં, તોયે ન બોલે કોઈને,
પીરસે છે રોટલી એ, ભૂખ મુખની જોઈને;
રાત પડતાં આંગળી પર ફૂંક મારે ધીરથી,
ને પ્રભાતે હાસ્ય ઓઢે, સૌ વ્યથાને ધોઈને.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરમત છેઆગલો લેખ →રણ મહીં