← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તરસ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સમંદર કિનારે નદીની તરસ છે,
અમારી કથામાં સદીની તરસ છે.

ઝરે ઝાકળો તો ય ભીની થતી ના,
ન ખીલી શકેલી કળીની તરસ છે.

ગયા ભેરુ સૌ દૂર પરદેશ, તો યે
રમતમાં અધૂરી ગલીની તરસ છે.

ઘરે ફ્રિજ ભરી બૉટલો છે, છતાં યે
ગળાને અષાઢી ઝડીની તરસ છે.

પરાગે હવામાં ભમીને જગત, પણ
ફરી ફૂલ પર એ ઘડીની તરસ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #તરસ #ઝંખના #બાળપણ #અધૂરપ #પરાગરતનપરા
#GujaratiGhazal #Thirst #Yearning #ChildhoodFriends #Incompleteness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખક્રાંતિઆગલો લેખ →ઓટલો