← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટપાલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતી પ્રેમની એ નિશાની ટપાલે,
મળી એક આખી કહાની ટપાલે.

ગુલાબી હતું ફૂલ, સૂકું, દબાયેલ,
છુપાવી હતી એ જવાની ટપાલે.

હવે ઘંટડી સાઇકલની સુણીને
રહે રાહ જોતી દિવાની ટપાલે.

હવે ફોન પર ‘હાય’ ને ‘બાય’ આવે,
નથી કોઈ મીઠી ઝબાની ટપાલે.

પરાગે પવન પર લખી’તી ગઝલ, ને
પહોંચી સુગંધી રવાની ટપાલે.

– પરાગ રતનપરા

#ગઝલ #ટપાલ #પ્રેમપત્ર #પ્રતીક્ષા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveLetters #ThePostman #Waiting #Nostalgia #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવિદાયઆગલો લેખ →મોકલું