તને શું કહું?
ગઝલ કે ગુલાબી, તને શું કહું?
નશીલી શરાબી, તને શું કહું?
ગણે ચુંબનો ને ગણે રીસ પણ,
અરે ઓ હિસાબી, તને શું કહું?
ઘટા જેમ ઘૂંઘટ, પછી ચાંદની,
હસે છે નકાબી, તને શું કહું?
અદા ને ઠસો ને ઠઠારો ગજબ,
સખી, તું નવાબી, તને શું કહું?
પરાગે ભરી મ્હેક ગઝલો મહીં,
સુગંધી શબાબી, તને શું કહું?
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પ્રિયતમા #શૃંગાર #રોમાન્સ #પરાગરતનપરા
#GujaratiGhazal #LovePoetry #Beloved #Romance #PlayfulLove #ParagRatanpara