તને
ભલે તું ન આવે, વધાવું તને,
હૃદયના ઝરૂખે સજાવું તને.
ન માગું કશું, ના શરત કોઈ પણ,
હથેળી ધરીને બચાવું તને.
અગર તું રિસાયે, લડે તો ભલે,
હસાવી, રમાડી, મનાવું તને.
ભલે ગામ બોલે, ભલે ઘર કહે,
નયનની તળે હું છુપાવું તને.
હવે પ્રેમ ‘સ્ટેટસ’ સમો થઈ ગયો,
છતાં હું જનમભર નિભાવું તને.
પરાગે હવામાં ભરી મ્હેક આ,
સદા શ્વાસમાં હું ઝુલાવું તને.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #નિઃસ્વાર્થપ્રેમ #સમર્પણ #વફાદારી #પરાગરતનપરા
#GujaratiGhazal #UnconditionalLove #Devotion #Faithfulness #TimelessLove #ParagRatanpara