← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારી જગા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ પડતાં, શૂન્ય ભાસે ઓટલે તારી જગા,
દીવડો બળતો રહે છે ગોખલે તારી જગા.

ચા બને છે બેઉ કપમાં, એક ઠંડો થાય છે,
ને ખુલી ચાદર પડી છે ખાટલે તારી જગા.

જ્યાં જમું ત્યાં હાથ અટકે, કોળિયો થંભી જતો,
રોજ સામે હોય, એ આ પાટલે તારી જગા.

તેં ભરેલું જળ હજી પણ એટલું શીતળ રહે,
આંસુ જેવું ઝમઝમે છે માટલે તારી જગા.

આ પરાગે યાદ સઘળી ગાંઠ વાળી સાચવી,
સાથ લઈ ફરતો રહું, આ પોટલે તારી જગા.

– પરાગ રતનપરા

#ગઝલ #ગેરહાજરી #વિરહ #સ્મૃતિ #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Absence #EmptyPlace #Remembrance #Grief #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલખ્યું નહિઆગલો લેખ →સાથે ગયું