← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારી છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી મારું કશુંયે, શ્વાસની વણઝાર તારી છે,
ઉતારો છે ઘડીભરનો, અહીં દીવાર તારી છે.

ભલે જીતું ભલે હારું, રણે ઊભો રહું તોયે,
ભુજા મારી ભલે, આ હાથની તલવાર તારી છે.

અહીં નેતા બધા બોલે: ‘ધણી છીએ અમે સૌના,’
હસું છું હું, ખરેખર તો બધી સરકાર તારી છે.

ઝઝૂમું વાવઝોડામાં, હલેસાં હાથમાં મારાં,
ડુબાડે કે તરાવે તું, બધી મઝધાર તારી છે.

પરાગે ગીત ગાયાં છે, ભલે આ કંઠ મારો છે,
ગઝલમાં જે ભળે છે, એ બધી મનુહાર તારી છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ભક્તિ #શરણાગતિ #ઈશ્વર #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Devotion #Surrender #DivineGrace #AllIsThine #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખફૅક્ટરીઆગલો લેખ →આવ તું