← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારા વગર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાવ સૂનું લાગતું આ આંગણું તારા વગર,
રોજ ખખડે છે, ન ખૂલે બારણું તારા વગર.

રાત ઠંડી, શાલ ઓઢી, તોય ધ્રૂજું છું સખી,
કેમ ઠરતું જાય છે આ તાપણું તારા વગર.

જીવ નાનો જે ન આવ્યો, એ હજી સપનું બની,
ઓરડાના એક ખૂણે પારણું તારા વગર.

દાળ દાઝી, ભાત કાચો, ને ઠરી ગઈ ચા ય પણ,
એકલું ખખડે રસોડે ઢાંકણું તારા વગર.

ફૂલ ખીલે ત્યાં ‘પરાગે’ ઊડવું, એ ઠીક, પણ,
ક્યાંય ના લાગે મને ઘર આપણું તારા વગર.

– પરાગ રતનપરા

#ગઝલ #વિરહ #સૂનુંઘર #દાંપત્ય #અધૂરપ #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #EmptyHome #MissingYou #Incomplete #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજોઈ લેઆગલો લેખ →હાઈવે