← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારા હતા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગલી, ચોક, ચોરો — ઉતારા હતા,
અમે ચાર દોસ્તો, સહારા હતા.

ઘરે કોઈ જાગે ન જાગે ભલે,
પરોઢે સિસોટી-ઇશારા હતા.

ઇમોજી હજારો મળે ફોન પર,
ગળે ભેટતા, એ જ પ્યારા હતા.

પ્રવાહે વહી બેઉ છૂટા થયા,
અમે એક જળના કિનારા હતા.

ગણી ટોળકી આજ મેં તો, પરાગ,
અમે બે અહીં, શેષ તારા હતા.

– પરાગ રતનપરા

#ગઝલ #મૈત્રી #ભાઈબંધ #બાળપણ #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #ChildhoodFriends #LostFriends #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભીંત પરઆગલો લેખ →ઘડીક અષાઢ, ઘડીક ફાગણ