તાનપૂરો
ઓરડે ઉસ્તાદ ના, પણ તાનપૂરે તાન છે,
એ ગયા, તો પણ હજી આ ઓરડામાં ગાન છે.
સ્પર્શ એની આંગળીનો તારમાં સૂતો હજી,
તાર છેડું, ત્યાં થતું કે હાથ આ નાદાન છે.
દાદ દેનારા ઘણા, પણ દાળ-રોટી ક્યાં હતાં?
એમની પેટી ભરેલી બસ અહીં સન્માન છે.
આખરી શ્વાસે ય એણે ભૈરવી છેડી હતી,
મોત પણ થંભી ગયું, એવી હજી એ જાન છે.
આ પરાગે તાનપૂરો ઓરડે રાખ્યો સદા,
આ ગઝલ તો એ જ સૂરોનું સહજ સંતાન છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સંગીત #ઉસ્તાદ #તાનપૂરો #કલાકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #ClassicalMusic #Tanpura #MasterMusician #ArtistsLegacy #ParagRatanpara