← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્વયં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના દિશા જડતી, ન તારો આભમાં દેખાય છે,
ને ચરણ થંભી ગયાં, ને પથ બધે ભૂંસાય છે;
આંખ મીંચી ભીતરે જોયું જરા તો દીપ છે,
હું સ્વયં રસ્તો, સ્વયં મંઝિલ — હવે સમજાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચાચર ચોકઆગલો લેખ →આયખું