← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્વર્ગ ક્યાં?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સ્વર્ગ ક્યાં છે, કોઈ પૂછે તો, ભાઈ, કહેજો આમ,
માના રસોડે ચૂલો સળગે, એ જ સ્વર્ગનું ધામ.

વાદળ ઉપર મ્હેલ નથી કંઈ, નથી અપ્સરા-નાચ,
ઓટલે બેઠી દાદી ગાતી, એ જ સ્વર્ગની સાચ;
બાપુની ખાંસી, ભાઈની ધીંગામસ્તી, સૌ એનાં નામ…
સ્વર્ગ ક્યાં છે…

વડલાની ડાળે હીંચકો ઝૂલે, વાડે ગાય ભાંભરે,
વરસાદે પલળ્યા પછી માના પાલવની હૂંફ સાંભરે;
દેવલોકનું અમરત નહીં, એ છાશનું ઠંડું જામ…
સ્વર્ગ ક્યાં છે…

પરાગ કહે: મર્યા પછી સ્વર્ગ મળે કે ના પણ મળે,
જીવતાં જીવતાં જે ઘર હસે, ત્યાં જ દેવ ઝળહળે;
પ્રેમ જ્યાં રોજ પીરસાય, ત્યાં જ મારા ચારે ધામ…
સ્વર્ગ ક્યાં છે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅમે ગુજરાતીઆગલો લેખ →બારી