← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સુંદર હતું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું મળે એ ઠીક, તારું આવવું સુંદર હતું,
રાતભર તારી પ્રતીક્ષા, જાગવું સુંદર હતું.

ફૂલ ખીલે, ને ખરે, એ તો નિયમ છે બાગનો,
પણ કળીનું આમ ધીમે ખૂલવું સુંદર હતું.

એક ચિઠ્ઠી તેં લખી’તી, બે જ લીટી, ના સહી,
બેવડી વાળી, છુપાવી, રાખવું સુંદર હતું.

હાથમાં છત્રી હતી, પણ તોય ના ખોલી અમે,
સાથ ચાલ્યાં બેય, એવું ભીંજવું સુંદર હતું.

આ પરાગે ફૂલ પામ્યું, મ્હેક તો ઊડી પછી,
ડાળ પર એ ઝૂલવું, એ ઝંખવું સુંદર હતું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રતીક્ષા #પ્રેમ #ઝંખના #યૌવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Anticipation #Romance #SweetLonging #FirstLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમંદિરના ઈશ્વરનેઆગલો લેખ →ચાલ્યા કરું