← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સુકાયાં તોરણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સુકાયાં તોરણનાં પાન, સાયબા, હવે તો ઘેર આવો,
આંબાનાં પાન પીળાં પડ્યાં, હવે ના વાટ જોવડાવો.

લગનની પીઠી હજી હાથમાં, મેંદી ઝાંખી પડી,
ચૂડલો મારો ખણકે એકલો, ઓરડે ઘડી ઘડી;
કાગડો બોલે મોભારે, પણ ખાલી સંદેશો લાવો…
સુકાયાં તોરણનાં…

સાસુ પૂછે: ‘કાગળ આવ્યો?’, નણદી કરે મશ્કરી,
હું તો હસીને માથું ઢાળું, ભીતર સળગે ચીતરી;
પરદેશે જઈ પૈસા રળો, પણ પ્રીતને ના ગિરવાવો…
સુકાયાં તોરણનાં…

પરાગ કહે: તોરણ તો બદલાય નવાં ને નવાં,
પણ જે આંખે વાટ જુએ, એ સાચવે પાન-હવા;
આવો તો આંબો ફરી મ્હોરે, આવો, હવે આવો…
સુકાયાં તોરણનાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસૈનિકનો કાગળઆગલો લેખ →ઘડી બે ઘડી