← મુખપૃષ્ઠ · સમાજ અને વ્યંગ

સ્ટુપિડ* સવાલોના *સ્માર્ટ* જવાબ !

૧૭ જૂન ૨૦૨૫કવિતા

*સ્ટુપિડ* સવાલોના *સ્માર્ટ* જવાબ !

હાસ્ય સાહિત્યમાં ‘વર્ડ-પ્લે’ નામનો એક પ્રકાર હોય છે. આમાં સાવ મામૂલી લાગતા એકાદ બે શબ્દમાં જ હાસ્યની બત્તી ચમકી ઊઠે છે !

જુઓ અહીં બત્તીઓ થાય છે કે કેમ…

***

એક કેળાના છૂટાછેડા થઈ ગયા. પછી તે શું થઈ ગયું ?

અ-કેલા !

***

જેને દરેકે દરેક ભજન ગાતા આવડતું હોય એને શું કહેવાય ?

હર-ભજન-સીંગ !

***

જો મૂળાની મા હોય તો એને શું કહેવાય ?

મા-મૂલી !

***

અફઘાનિસ્તાનમાં લોકો તાળીઓ કેમ નથી વગાડી શકતા ?

કેમકે ત્યાં ‘તાલી-બાન’ છે !

***

બન્તા શા માટે એવું માને છે કે ચીનમં ચા પીવાની મનાઈ છે ?

નામમાં જ જવાબ છે... ‘ચાય-ના’ !

***

જો મિસ્ટર દાસ મિસિસ દાસને છૂટાછેડા આપી દે પછી એ શું બની જાય છે ?

બિન-દાસ !

***

ક્રિકેટ મેચમાં તમામ ખેલાડીઓ આઉટ થઈ ગયા પછી મેદાનમાંથી મચ્છરો શા માટે ભાગી ગયા ?

ઓલ-આઉટ !

***

મિનરલ વોટરની બોતલની કિંમત વીસ રૂપિયા કેમ હોય છે ?

કેમકે ‘બીસ-લેરી’ !

***

ફૂટબોલર રોનાલ્ડોનો રૂમ હંમેશા સ્વચ્છ અને સાફસુથરો કેમ હોય છે ?

કેમકે એ ‘મેસી’ નથી !

***

એક ડફોળ સ્ટુડન્ટ જ્યારે નીટની એક્ઝામ આપવા ગયો ત્યારે પોતાની સાથે પ્લમ્બરને કેમ લઈ ગયો હતો ?

કેમકે પેપર ‘લીક’ થયું હતું !

***

બન્તા એના ભીનાં કપડાં સૂકવવા માટે ભીડથી ભરચક ક્રિકેટ સ્ટેડિયમમાં કેમ લઈ ગયો ?

કેમકે ત્યાં તો હજારો ‘ફેન’ હોય ને !

***

દેશની બેસ્ટ આઈઆઈટી કોલેજમાં પ્રોફેસરે હંમેશા ગોગલ્સ પહેરીને શા માટે જવું જોઈએ ?

કેમકે ત્યાંના સ્ટુડન્ટો બહુ ‘બ્રાઇટ’ હોય છે !

***

તમે ગોવા, મહાબળેશ્વર, લોનાવલા, આબુ, પાવાગઢ, મનાલી, સિમલા વગેરે સ્થળોએ ફરીને પાછા આવો છો ત્યારે શરીર હળવું કેમ લાગે છે ?

કેમકે એ બધાં ‘હવા ખાવાનાં’ સ્થળો છે !

આત્મચિંતનમનોવિજ્ઞાનહાસ્યચીન
← પહેલો લેખરાત પડે ને અંધકારના વડલે થાય સવાર, સૂનકારની બખોલમાંથી બિડાલ આવે બ્હાર.આગલો લેખ →લાઈફ, બ્રહ્માંડ અને મારી એક્સ-ગર્લફ્રેન્ડના 'રીલેટેડ' પ્રોબ્લેમ્સ