← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સોશિયલ મીડિયાની શિખામણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લાઇક ગણજે, દોસ્ત ન ગણજે, ફૉલોઅર ગણજે ભાઈ,
માની સાથે સેલ્ફી લેજે, પછી ભલે ને જુદાઈ!

થાળી ભરીને ભાણું આવે, પહેલાં ફોટો પાડજે,
ઠંડું થાય તો થાવા દેજે, હૅશટૅગ પહેલાં આંજજે;
ભૂખ્યો ભલે સૂએ પાડોશી, તારી પોસ્ટ સવાઈ…
લાઇક ગણજે…

દુઃખ પડે તો સ્ટેટસ મૂકજે, ‘મૂવ ઑન’ લખજે મોટું,
સાચું દુઃખ તો કોને કહેવું? એ તો લાગે ખોટું;
રાત પડે ત્યાં ‘ઑનલાઇન’ રહેજે, ઊંઘ ગઈ પરણાઈ…
લાઇક ગણજે…

પરાગ કહે: આ અવળી શિખામણ, સવળી રીતે વાંચો,
ફોન મૂકીને બાને ભેટો, એ જ સ્ટેટસ સાચો;
હજાર લાઇકથી વધુ મીઠી, બાપુની એક વધાઈ…
લાઇક ગણજે…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખઝાડ ને ટહુકોઆગલો લેખ →રબર