← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સોસાયટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મીટિંગ થઈ, ઝઘડા થયા, આ છે ખરી સોસાયટી,
ચા પી અને ગપ્પાં કરી, ઘર ગઈ ફરી સોસાયટી.

પાર્કિંગ મુદ્દે ગાજતા સિંહો સમા સૌ સભ્ય, પણ
આવ્યો ગલીનો શ્વાન ત્યાં, થરથર ડરી સોસાયટી.

ગણપતિ ગયા સાગર મહીં, સાથે ગયો ફાળો બધો,
પૂછો હિસાબો તો કહે: ‘એ તો તરી!’ સોસાયટી.

પાડોશમાં ડોશી ગયાં, કોને ખબર? ને ત્યાં જુઓ
‘શુભ પ્રાત’ના ફૂલો ધરે, ભાવે ભરી સોસાયટી.

જોયું પરાગે, ભીંત છે, દીવાલ છે, માણસ નથી,
આ તો ઇમારત કાચની, ખાલી ઠરી સોસાયટી.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #સોસાયટી #શહેરીજીવન #પાડોશ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #HousingSociety #UrbanLife #Neighbours #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખપ્રસંગઆગલો લેખ →ભૂરું પતંગિયું