સંયોગ
અચાનક મળી નજર, સંયોગ છે,
હવે આપણી ઉમર, સંયોગ છે.
હતો મેહ, ને ચા ઉકળતી હતી,
રહી ગ્યાં અમે, સફર સંયોગ છે.
ગયાં જે તરફ, એ ન ધાર્યું હતું,
બની એ જ મુજ ડગર, સંયોગ છે.
લખાયું હશે ભાગ્યમાં, સૌ કહે,
જનમ, જિંદગી, કબર — સંયોગ છે.
પરાગે ન ધાર્યું હતું, તે છતાં
બની આ ગઝલ, અસર સંયોગ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સંયોગ #પ્રથમમિલન #નિયતિ #જીવનસફર #પરાગરતનપરા
#GujaratiGhazal #Serendipity #FirstMeeting #Destiny #LifeJourney #ParagRatanpara