← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સંભવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તૂટેલ ભીંતે પીપળો ઊગે, બધું સંભવ અહીં,
ટીપાં પડે સો સાલ, પથ્થર કોતરે, સંભવ અહીં;
બે હાથમાં હિંમત ભરી, ને આંખમાં સપનું ધરી,
તું ચાલ તો, આકાશને અડવુંય પણ સંભવ અહીં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરાતઆગલો લેખ →પ્રતિમા