← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શ્વાસમાં ગુજરાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડૉલરોના દેશમાં પણ શ્વાસમાં ગુજરાત છે,
થેપલાં ડબ્બે ભરીને આવતી સોગાત છે.

હિમ ઢળે બારી બહારે, ઓરડામાં તોય પણ
ઓઢણીમાં આભલાંની એ જ જૂની ભાત છે.

પૌત્ર બોલે ‘હાય’, તોયે હું હરખથી સાંભળું,
‘કેમ છો?’ પૂછે કદી, તો એ જ મારી જાત છે.

હૉલ ભાડે, ઢોલ ભાડે, વીક-એન્ડે તો ભલે,
ગામથી દૂરે ય આજે નોરતાંની રાત છે!

આ પરાગે ત્યાં કમાયું, સાવ ઘરનું ઘર થયું,
તોય માટીની સુગંધે સૌ ધનોની માત છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ગુજરાત #પરદેશ #વતન #ગુજરાતીઅસ્મિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #GujaratiDiaspora #Homeland #NRI #GujaratiPride #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબુઝાતો નથીઆગલો લેખ →કિસ્સો