શ્વાસમાં
તું પ્રથમ નિઃશ્વાસ લે, ને ત્યાં કળી છે શ્વાસમાં,
તું ફરી નિઃશ્વાસ લે, તો વીજળી છે શ્વાસમાં.
ઊંઘમાં બાળક હસે છે, માતની પાસે હવે,
હાથમાં ઝાલી હજી એ આંગળી છે શ્વાસમાં.
આખરી નિઃશ્વાસ ભરતો દીવડો ઘરડો હવે,
મીણ જેવી જાત એની પીગળી છે શ્વાસમાં.
કેદ જેવી જિંદગીમાં, જ્યાં ગુલામી હર તરફ,
ખોલવાની એક ઝીણી સાંકળી છે શ્વાસમાં.
આ ‘પરાગે’ ફૂલ થઈને મ્હેકતાં શીખ્યો હતો,
ત્યારથી આખી વસંતો ઓગળી છે શ્વાસમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #શ્વાસ #જીવનચક્ર #મુક્તિ #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Breath #CycleOfLife #Freedom #Spirituality #ParagRatanpara