શું કરો?
ભાઈ, ઘરમાં ચાર જણ ને આઠ ગાડી, શું કરો?
રાખવા જગ્યા નથી, તો રોડ આડી, શું કરો?
સાથ બેઠા પાંચ જણ, ને પાંચ ફોનોમાં મગન,
ને ઠરી ગઈ રોટલી સાથે જ માડી, શું કરો?
મંદિરે ઝાંપે ભિખારણ ધ્રૂજતી ઠંડી મહીં,
ને ચડાવે માતને સૌ સિલ્ક સાડી, શું કરો?
પાંચ વર્ષે દેશની સેવા કરી'તી એમણે,
ને ખરીદી છે દુબઈમાં એક વાડી, શું કરો?
આ પરાગે પણ લખી કળજુગ ઉપર આખી ગઝલ,
દાદ દેનારો હતો એ પણ અનાડી, શું કરો?
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #કળજુગ #આધુનિકજીવન #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Kaliyug #ModernLife #Hypocrisy #ParagRatanpara