શ્રાવણી ભક્તિ
શ્રાવણે શિવલિંગ પર તો દૂધની ધારા વહે,
બારણે ભૂખ્યું ય બાળક ભૂખની પીડા સહે;
ભાંગ પીને ભક્ત નાચે, ગાજતું ‘બમ બમ’ ગગન,
ઝેર પી જાનાર શંકર પણ હવે આ શું કહે?
– પરાગ રતનપરા
શ્રાવણે શિવલિંગ પર તો દૂધની ધારા વહે,
બારણે ભૂખ્યું ય બાળક ભૂખની પીડા સહે;
ભાંગ પીને ભક્ત નાચે, ગાજતું ‘બમ બમ’ ગગન,
ઝેર પી જાનાર શંકર પણ હવે આ શું કહે?
– પરાગ રતનપરા