શૂળીએ
હજી પણ રોજ ચડતું આ જગતમાં સત્ય શૂળીએ,
અને સૌ ભીડમાં જોતા રહે છે નૃત્ય શૂળીએ.
છપાયાં છે મથાળાં ને ગજાવ્યાં ચેનલે ટીવી,
દબાયું ત્યાં, ગળું ઘોટી, બિચારું તથ્ય શૂળીએ.
મસીહા ને કબીરા ને પયંબર, સંત ને સૂફી,
યુગો બદલાય, પણ ચડતાં રહે એ નિત્ય શૂળીએ.
કચેરીનો સડો ખોલ્યો, ઇનામે એ જ પામ્યો, લ્યો,
ગયું એનું ય લટકીને ભલું સત્કૃત્ય શૂળીએ.
‘પરાગે’ સત્ય ગાયું, તો ગણાયું એ ગુનામાં તો,
ગઝલના શેરનું લટકે ખરું એ કથ્ય શૂળીએ.
– પરાગ રતનપરા
#ગઝલ #સત્ય #અન્યાય #મીડિયા #વ્હિસલબ્લોઅર #પરાગરતનપરા
#GujaratiGhazal #TruthOnTheCross #Injustice #MediaNoise #Whistleblower #ParagRatanpara