શિખર પર
મળે છે મજાનો નજારો શિખર પર,
છતાં ના મળે છે સહારો શિખર પર.
તળેટી ભરી’તી સખા ને સખીથી,
અહીં માત્ર ઠંડો ઇશારો શિખર પર.
લખી નામ મારું, ધજા મેં ઉડાડી,
હસે છે હવા: ‘શું તમારો શિખર પર?’
દબાવી બધાને, ગયો જે ઉપર, લ્યો,
ખડો છે જુઓ એ ધુતારો શિખર પર.
‘પરાગે’ રહેઠાણ ખીણે જ રાખ્યું,
નથી મ્હેકનો કો પુકારો શિખર પર.
– પરાગ રતનપરા
#ગઝલ #શિખર #સફળતા #એકલતા #અહંકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #LonelyAtTheTop #Success #Solitude #Humility #ParagRatanpara