← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શેરમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ ઢળતી જે હતી, એની ઉદાસી શેરમાં,
પ્રીતની મીરાં સમી, એ શ્યામ-દાસી શેરમાં.

જે ગયો પરદેશ, એની વાટ જોતી બા રહી,
એ બધી વાતો ભરી મેં, એ પ્રવાસી શેરમાં.

દેશ કાજે જે હસીને માંચડે ચડતા ગયા,
એમની એ મુક્ત હાંસી, એ જ ફાંસી શેરમાં.

સાંભળીને એ ગઝલ, સૌ લોક ઊંઘી ગ્યા, અને
દાદ ક્યાં? ગૂંજી રહી બસ એક ખાંસી શેરમાં!

ફૂલની આખી કહાણી, ઊડતો આખો ‘પરાગ’,
ને હવાનો એક નાનો આ નિવાસી શેરમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #શેર #કવિતા #શહીદ #સર્જન #પરાગરતનપરા
#GujaratiGhazal #ArtOfSher #Poetry #Martyrs #CreativeCraft #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરંગ રંગ પતંગિયાંઆગલો લેખ →ગુનો મારો