← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શરદપૂનમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંગણે, ઓસરીએ ઝરે ચાંદની,
તોય તારા વિના શું કરે ચાંદની?

દૂધપૌંઆ તણી વાટકી ઓટલે,
સ્વાદ થઈને ગળે ઊતરે ચાંદની.

રાસમાં ઘૂમતી ગામની છોકરી,
ચૂંદડી સંગ ઘૂમી ફરે ચાંદની.

ઝૂંપડી છે, નથી કોડિયું, તોય પણ
છાપરે ગાબડેથી સરે ચાંદની.

આ પરાગે ગઝલ જ્યાં લખી, ને પછી
છેક ભીતર સુધી જઈ ઠરે ચાંદની.

– પરાગ રતનપરા

#ગઝલ #શરદપૂનમ #ચાંદની #દૂધપૌંઆ #રાસગરબા #પરાગરતનપરા
#GujaratiGhazal #SharadPurnima #Moonlight #Garba #FestiveNight #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઝાકળઆગલો લેખ →વિકાસ