← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શરદપૂનમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાંદની, પૂનમ, અગાસી ને ગુલાબી રાતમાં,
હાથ મારો, તું ય પાસે, સૌ હતું સંગાથમાં;
તોય તારી આંખમાં કો દૂરનું ઘર ઝૂરતું,
ને વિરહ ચાલી ગયો, મારા મિલનની સાથમાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરોજ સાંજેઆગલો લેખ →દીવાદાંડી