શબ્દોને ચડી ગઈ ખાલી
શબ્દોને ચડી ગઈ ખાલી, રે ભાઈ, શબ્દોને ચડી ગઈ ખાલી,
કલમ ઊભી છે કાગળ પાસે, જાણે કોઈ ભિખારી ખાલી!
ચોમાસું આવ્યું, પણ ગીત ન આવ્યું,
કોયલ બોલી, પણ કશું ન સુઝાવ્યું;
ચાંદ ઊગ્યો, ને તોય રહ્યો હું કોરો,
જાણે સૂકાઈ ગયો હોય ભીતરનો ઓરો;
આંખોમાં દૃશ્યો, પણ હોઠે અવાજ ખાલી,
શબ્દોને ચડી ગઈ ખાલી, રે ભાઈ!
એક દિવસ બા આવી ધીમેથી પાસે,
માથે ફેરવ્યો હાથ, ને બોલી હળવે શ્વાસે:
‘બેટા, લખવું નહીં, તો જીવવું તો ખરું,
ખેતરે ય ખાલી રહે, ત્યારે ઊગે ફરું;’
એ વેણ સાંભળી ત્યાં ઝૂકી ગઈ ડાળી,
શબ્દોને ચડી ગઈ ખાલી, રે ભાઈ!
પરાગ કહે, ખાલી થવું પણ છે સાધના,
વાંસ પોલો થાય, ત્યારે વાગે વાંસળીની આરાધના;
ખાલીપો ભરવા દોડશો ના, ભાઈ,
એ જ ખાલીપામાં આવશે નવી કવિતાઈ;
કાગળ કોરો, પણ હૈયે ઊગી લાલી,
શબ્દોને ચડી ગઈ ખાલી, રે ભાઈ!
– પરાગ રતનપરા