← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગોદ માની, હૂંફ એની, ક્યાં સમાયું શબ્દમાં?
ફૂલ પર ઝાકળ સવારે, ક્યાં ઝિલાયું શબ્દમાં?

કેટલા કાગળ લખી ફાડ્યા, ફરી પાછા લખું,
આંખમાં જે દર્દ, તે તો ક્યાં છુપાયું શબ્દમાં?

રોજ ઘંટી સાથ બાનું એ પ્રભાતી ગાન જે,
સાવ ઝીણું, ને મધુર એ, ક્યાં ગવાયું શબ્દમાં?

પ્રેમ પર સો ગ્રંથ, હજ્જારો ગઝલ, લાખો કથા,
તોય સાચું હેત પોતે ક્યાં વણાયું શબ્દમાં?

આ ‘પરાગે’ ફૂલ સૂંઘ્યું, ને અવાચક થઈ ગયો,
મ્હેકનું જે મૌન તે તો ક્યાં પમાયું શબ્દમાં?

– પરાગ રતનપરા

#ગઝલ #અનુભૂતિ #મૌન #શબ્દ #અભિવ્યક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #BeyondWords #Experience #Silence #Expression #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએકડોઆગલો લેખ →ચાલવું પડે