શબરીની પ્રતીક્ષા
ઘણાં વર્ષો થયાં બેઠી, ઉઘાડું દ્વાર રાખીને,
હજી શબરી પ્રતીક્ષામાં, નયનમાં ધાર રાખીને.
ઘણા ઋષિઓ ગયા વનથી, ભણેલા જ્ઞાનનો મદ લઈ,
અભણ હું ઝૂંપડીમાં બસ હૃદયનો સાર રાખીને.
ન જાણું ક્યો દિવસ ઊગે, અને ક્યારે પધારે રામ,
દિવસ દરરોજ જીવી છું, નવો શણગાર રાખીને.
ન વાગે રામને કાંટો, ન ખૂંચે કાંકરી પગમાં,
સવારે પાંપણે વાળું, સુમનનો હાર રાખીને.
પધારે રામ પણ આખર, ભલે મોડા, ‘પરાગ’ અહીં,
તમે બેસી રહો જો પ્રેમનો બસ તાર રાખીને.
– પરાગ રતનપરા
#ગઝલ #શબરી #પ્રતીક્ષા #ભક્તિ #રામ #પરાગરતનપરા
#GujaratiGhazal #Shabari #Devotion #Waiting #Ramayana #ParagRatanpara