← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સેલ્ફી લઉં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાન ઊભી, ઢોલ વાગે, બારણે સેલ્ફી લઉં,
દેવ સામે હાથ જોડું, દેવળે સેલ્ફી લઉં.

ચોક વચ્ચે કોઈ ઘાયલ તરફડે છે ક્યારનો,
હું ય દોડ્યો, પણ મદદ ના, ઓટલે સેલ્ફી લઉં.

ઠંડમાં થથરે ગરીબો ગામને છેવાડલે,
ધાબળો દઈ, ધન્ય થઈને, ઝૂંપડે સેલ્ફી લઉં.

તીર્થમાં ગ્યો પુણ્ય લેવા, ડૂબકી ભૂલી ગયો,
ઘાટ પર ગંગા વહે, હું ચોતરે સેલ્ફી લઉં.

આ પરાગે ફૂલને સૂંઘ્યું નથી, જોયું નથી,
મ્હેક ભૂલી, બાગના એ આંગણે સેલ્ફી લઉં.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્યવ્યંગ #સેલ્ફી #દેખાડો #સંવેદનહીનતા #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfieCulture #Satire #ShowOff #SocialMedia #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખકાના, આજ આવે તોઆગલો લેખ →દરબાર