← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સરનામું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘર નથી, બસ ફૂટપાથો, ઠામ-સરનામું નથી,
ચોપડે સરકારના પણ, નામ-સરનામું નથી.

માગવા ગ્યો રાશને, તો બાબુ બોલ્યા: ‘ક્યાં રહો?’
પેટ ખાલી, હાથ ખાલી, ધામ-સરનામું નથી.

ઊંચકી ઈંટો, ઘણી રેતી, ઘણો પરસેવ પણ,
ઘર બનાવ્યાં લાખ સૌનાં, આમ સરનામું નથી.

વોટ માટે હાથ જોડે, રાતના નેતા મળે,
મત ગણાયો, તોય મારું ગામ-સરનામું નથી.

એક ઠંડી રાત, ને થીજી ગયો એ શ્વાસ પણ,
આ પરાગે ફૂલ મૂક્યું, રામ-સરનામું નથી.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #બેઘર #મજૂર #તંત્ર #પરાગરતનપરા
#GujaratiGhazal #Homeless #Satire #Labourers #Bureaucracy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખદુકાળઆગલો લેખ →મૂછનો વળ